GU/690606b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ફક્ત કૃષ્ણને સમજવાથી, જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતિ તત્ત્વતઃ ત્યક્ત્વા દેહમ (ભ.ગી. ૪.૯), તે વ્યક્તિ, આ શરીરને છોડ્યા પછી, મામ ઈતિ, તે કૃષ્ણ પાસે જાય છે. અને જ્યાં સુધી વ્યક્તિ પાસે આધ્યાત્મિક શરીર, તે જ સચ્ચિદાનંદ વિગ્રહ (બ્ર.સં. ૫.૧) ના હોય, તે કેવી રીતે કૃષ્ણ પાસે જઈ શકે? જ્યાં સુધી વ્યક્તિને તે જ વિગ્રહ હોય... જેમ કે આપણે સમજી શકીએ છીએ કે જયારે આપણે એક ચોક્કસ સ્થળે જન્મ લઈએ છીએ, કહો કે ગ્રીનલેન્ડમાં, જે હંમેશા બરફથી ભરપૂર છે, અથવા બીજા કોઈ સ્થળે, તો તમને એક ચોક્કસ પ્રકારનું શરીર મળે છે. પ્રાણીઓ છે, મનુષ્યો છે, તેમને એક ચોક્કસ પ્રકારનું શરીર છે. તેઓ તીવ્ર ઠંડી સહન કરી શકે છે. આપણે નથી કરી શકતા. તેવી જ રીતે, તમે જયારે કૃષ્ણલોક જશો, તમને એક ચોક્કસ પ્રકારનું શરીર આપવામાં આવશે. તે ચોક્કસ પ્રકારનું શરીર શું છે? સચ્ચિદાનંદ વિગ્રહ (બ્ર.સં. ૫.૧). કોઈ પણ ગ્રહ પર તમે જાઓ, તમને એક ચોક્કસ શરીર મળશે જ. તો ત્યક્તવા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). અને જેવું તમને શાશ્વત શરીર મળે છે, તો પછી તમે આ ભૌતિક જગતમાં ફરીથી આવતા નથી."
690606 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૯-૧૧ - ન્યુ વૃંદાવન, અમેરિકા