"જો તમે અહીં આવો, જો તમે અહીં આવો અને જપ કરો, તો ધીમે ધીમે... કૃષ્ણ તમારી અંદર જ છે. તેઓ તમારા હૃદયમાં એક મિત્રની જેમ સ્થિત છે, એક શત્રુની જેમ નહીં. કૃષ્ણ હંમેશા તમારા મિત્ર છે. સુહ્રદમ સર્વ ભૂતાનામ (ભ.ગી.
૫.૨૯)). તમે મિત્રોની શોધ કરો છો, વાત કરવા માટે, ગમ્મત કરવા માટે, પ્રેમ કરવા માટે. કૃષ્ણ તે હેતુ માટે તમારી અંદર સ્થિત છે. જો તમે કૃષ્ણને પ્રેમ કરો, જો તમે કૃષ્ણ સાથે મિત્રતા કેળવો, જો તમે કૃષ્ણને પ્રેમ કરો, તો તમારું જીવન સફળ થશે. તમારે બીજા કોઈ મિત્રની શોધ કરવાની નથી. મિત્ર પહેલેથી જ છે. ભલે તમે એક છોકરો હોવ કે છોકરી, તમે હંમેશા પોતાની અંદર એક સરસ મિત્રને જોશો. તે યોગ પદ્ધતિ છે, જયારે તમે આ મિત્રનો સાક્ષાત્કાર કરશો. તો આ મિત્ર એટલા સરસ છે, કે જેવું તમે તેમના વિશે સાંભળવા થોડી પણ રુચિ બતાવો છો, શૃણ્વતામ સ્વ-કથા: - કૃષ્ણ વિશે, બીજી કોઈ બકવાસ વાતો વિશે નહીં, ફક્ત કૃષ્ણ વિશે - તો કૃષ્ણ પણ ખૂબ જ પ્રસન્ન થશે. તેઓ તમારી અંદર જ છે. શૃણ્વતામ સ્વ-કથા: પુણ્ય શ્રવણ કીર્તન:, હૃદિ અંત: સ્થ: (શ્રી.ભા. ૧.૨.૧૭). હૃત મતલબ હૃદય. અંત: સ્થો. અંત: સ્થો મતલબ 'જે તમારા હૃદયમાં સ્થિત છે'."
|