"એક ભક્ત, તેને કોઈ બળજબરી કરવાની જરુર નથી રહેતી, જેમ કે ડોક્ટર તેને કહે છે, "આ ના કરીશ." તે આપમેળે કરે છે. શા માટે? પરમ દ્રષ્ટવા નિવર્તતે: તેણે કંઈક વધુ સારું જોયું છે કે આસ્વાદન કર્યું છે, કે જેને કારણે તેને હવે ખરાબ સ્વાદ ગમતો નથી. તે છે ભક્તિ પરેશાનુ... તેનો મતલબ છે કે આપણને ખરાબ વસ્તુઓ તરફ અણગમો ઉત્પન્ન થાય છે, ત્યારે આપણે જાણવું જોઈએ કે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરી રહ્યા છીએ. કસોટી તમારા હાથમાં જ છે. તમારે કોઈને પૂછવાનું નથી, "શું તમને લાગે છે કે હું કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધી રહ્યો છું?" પણ તમે સમજી શકશો. બિલકુલ તે જ રીતે: જો તમે ભૂખ્યા હોવ અને જો તમે ખાશો, તમે જાણશો, ખાવાથી, કેટલી તમારી ભૂખ સંતોષાઈ છે, કેટલી તમને શક્તિ મળી રહી છે, કેટલો તમને આનંદ મળી રહ્યો છે. તમારે કોઈને પૂછવા જવું નથી પડતું. તેવી જ રીતે. જો કોઈ વ્યક્તિ તેની કૃષ્ણ ભાવના વિકસિત કરે છે, કસોટી છે કે તે ભૌતિક આનંદોમાંથી કેટલો અણગમો ઉત્પન્ન કરે છે."
|