"શુકદેવ ગોસ્વામીએ ફક્ત કીર્તન કરીને મુક્તિ અને સિદ્ધિ મેળવી. આ કીર્તન મતલબ શ્રીમદ ભાગવતમમાથી ભગવાનના ગુણગાન કરવા. તો તે કહે છે, પ્રવર્તમાનસ્ય ગુણેર અનાત્મનસ થતો ભવાન દર્શય ચેષ્ટિતમ: 'લોકો ભૌતિક પ્રકૃતિના ગુણોથી ખૂબ જ બદ્ધ છે. તો આ બંધનમાથી તેમને મુક્ત કરવા માટે, તમે તેમને રસ્તો બતાવો. ફક્ત તેમને સાંભળવા દો. તેમને ભગવાનના અદભૂત કાર્યો કાનથી શ્રવણ કરવા દો'. તે કાર્યો... કારણકે કૃષ્ણ પરમ નિરપેક્ષ સત્ય છે. તો કૃષ્ણ અને કૃષ્ણના કાર્યો એક સમાન છે કારણકે તે નિરપેક્ષ છે. તે દ્વંદ્વ નથી. ભૌતિક જગતમાં, હું અને મારા કાર્યો અલગ છે. પણ તે છે.. આ જગત દ્વંદ્વયુક્ત જગત છે. પણ પરમ નિરપેક્ષ જગતમાં, કૃષ્ણ અને કૃષ્ણની લીલાઓ, કૃષ્ણ અને કૃષ્ણનું નામ, કૃષ્ણ અને કૃષ્ણના ગુણો, કૃષ્ણ અને કૃષ્ણની કીર્તિ, તે બધુ કૃષ્ણ જ છે. કૃષ્ણ અને કૃષ્ણના પાર્ષદો, તે બધા કૃષ્ણ છે. કૃષ્ણ ગોપાળ બાળક છે. તો કૃષ્ણ અને ગાયો, તે બધા કૃષ્ણ છે. તે આપણે શીખવું પડે. તે કૃષ્ણથી અલગ નથી. કૃષ્ણ અને ગોપીઓ, તે બધા કૃષ્ણ છે. આનંદ ચિન્મય રસ પ્રતિભાવિતાભી: (બ્ર.સં. ૫.૩૭). તો આપણે તે સમજવું પડે."
|