GU/690616b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ભૌતિક પ્રકૃતિના પાશમાં છીએ. કર્મણા દૈવ નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧). તમે કોઈ ચોક્કસ ભૌતિક ગુણની અસર હેઠળ કાર્ય કરી રહ્યા છો, અને તમે આગલા જીવનની તૈયારી કરી રહ્યા છો. તમે કહી ના શકો, 'ઠીક છે, હું બહુ ખુશ છું. હું... અમેરિકામાં જન્મેલો છું. મારો દેશ મહાન દેશ છે, અને અમે બહુ ધનવાન છીએ. તો હું, આગલા જીવનમાં પણ, હું અમેરિકન બનીશ. હું મારો જન્મ અહીં લઈશ અને આવી રીતે મજા માણીશ'. ઓહ, તે તમારા હાથમાં નથી. તે તમે કહી ના શકો. તે છે દૈવ નેત્રેણ. દૈવ. દૈવ મતલબ તે અલૌકિક શક્તિના હાથમાં છે. તે જ વસ્તુ. દૈવી હી એષા ગુણમયી મમ માયા (ભ.ગી. ૭.૧૪). તમે કહી ના શકો. દૈવ-નેત્રેણ. તમે તમારા જીવનની તૈયારી કરી રહ્યા છો. ઉચ્ચ સત્તા તમને અવસર આપી રહી છે. જો તમે સારી રીતે પોતાને તૈયાર કરશો; તમને સારી તક મળશે; તમને ઉચ્ચ ગ્રહમાં જન્મ મળશે. અથવા જો તમે પોતાને તૈયાર કરશો સારી રીતે, તો તમે કૃષ્ણ પાસે પણ જઈ શકો છો. હવે તે તમારી પસંદગી છે."
690616 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૩ - ન્યુ વૃંદાવન, અમેરિકા