"આ જ ઉદાહરણની જેમ, જેમ કે આપણે વારંવાર..., કે પેટમાં ખોરાક પૂરો પાડવાથી, તમે શરીરના બધા અંગોને ખોરાક પહોંચાડો છો. તમને જરૂર નથી... આ વ્યાવહારિક છે. અથવા વૃક્ષના મૂળને પાણી રેડવાથી, તમે બધી શાખાઓ, પાંદડાઓને, બધે જ પાણી પહોંચાડો છો. આપણે દરરોજ જોઈએ છીએ. આ વ્યાવહારિક ઉદાહરણ છે. તે જ રીતે, આ બધી અભિવ્યક્તિનું કંઈક કેન્દ્રીય બિંદુ હોવું જ જોઈએ. તે કૃષ્ણ છે. જો આપણે ફક્ત કૃષ્ણને પ્રાપ્ત કરીએ, તો આપણે દરેક વસ્તુને પ્રાપ્ત કરીએ છીએ. અને વેદો પણ કહે છે, યસ્મિન વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ (મુંડક ઉપનિષદ ૧.૩). આપણે વિભાગીય જ્ઞાનની શોધ કરી રહ્યા છીએ, પરંતુ જો તમે ફક્ત કૃષ્ણને સમજો, જે કેન્દ્ર બિંદુ છે, તો તમે બધું જ સમજી જાઓ છો."
|