"તો માની લો કે આપણે આ કૃષ્ણ ભાવનામૃતનું પાલન કરી રહ્યા છીએ. હવે, મૃત્યુ તાત્કાલિક પણ આવી શકે છે. આપણા બધાનું મૃત્યુ થવાનું છે. તો નારદ મુનિ આપણને પ્રોત્સાહન આપે છે કે પુનર એવ તતો સ્વેદ્વ(?): "ક્યાં તો આપણું મૃત્યુ થશે અથવા આપણું પતન થશે..." કારણકે માયા અને કૃષ્ણ, સાથે સાથે. "તો તે ઠીક છે. આપણે કૃષ્ણ ભાવનામૃતમાં છીએ. પરંતુ જો આપણું પતન થશે..., "વ્રસે વા તદા સ્વ-ધર્મ ત્યાગ નિમિત્ત નર્થાશ્રય(?), "તો પછી તમે તમારી બધી અન્ય ફરજો છોડી દીધી છે. તો તમારી ફરજ છોડી દેવા માટે થોડી સજા થવી જ જોઇએ." મારો અર્થ આ દુન્યવી સજામાં નથી. જેમ કે વૈદિક પદ્ધતિ પ્રમાણે બ્રાહ્મણો, ક્ષત્રિયો છે; ઉદાહરણ તરીકે, જેમ કૃષ્ણ અર્જુનને સલાહ આપી રહ્યા હતા કે "તું ક્ષત્રિય છે. તો જો તું આ લડતમાં મૃત્યુ પામીશ, તો તારા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે." કારણકે શાસ્ત્ર મુજબ, જો ક્ષત્રિયને યુદ્ધ કરતા મૃત્યુ આવે છે, તો આપમેળે તેને સ્વર્ગીય ગ્રહમાં બઢતી મળે છે. અને જો તે યુદ્ધ છોડીને ભાગી જાય છે, તો તે નરકમાં જાય છે. તો તે જ રીતે, જો વ્યક્તિ તેની ફરજો, નિર્ધારિત ફરજો નિભાવશે નહીં, તો તેનું પતન થાય છે."
|