"આધ્યાત્મિક ગુરુ એક નવી શોધ નથી. તે ફક્ત ગુરુના આદેશનું પાલન છે. તો મારા જેટલા પણ વિદ્યાર્થીઓ અહી ઉપસ્થિત છે જે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે... હું તેમનો ખૂબ જ ઋણી છું કારણકે તેઓ મને આ પ્રચાર કાર્યમાં મદદ કરી રહ્યા છે. તે જ સમયે, હું તે બધાને વિનંતી કરીશ આધ્યાત્મિક ગુરુ બનવા માટે. તમારે દરેકે હવે પછીના ગુરુ બનવું જોઈએ. અને તે કર્તવ્ય શું છે? જે પણ તમે મારી પાસેથી સાંભળો છો, જે પણ તમે મારી પાસેથી શીખો છો, તમારે તેજ પૂર્ણતામાં કોઈ પણ સરવાળા કે બાદબાકી વગર વિતરણ કરવાનું છે. તો તમે બધા ગુરુ બની જાઓ છો. તે ગુરુ બનવાનું વિજ્ઞાન છે. આધ્યાત્મિક ગુરુ બનવું કોઈ અદ્ભુત વસ્તુ નથી. ફક્ત વ્યક્તિએ ગંભીર અને નિષ્ઠાવાન આત્મા બનવું પડે, બસ તેટલું જ."
|