"ભગવદ-ગીતાના અંતમાં તે કહેલું છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી ૧૮.૬૬) 'મારા પ્રિય અર્જુન...' તેઓ માત્ર અર્જુનને જ શીખવતા નથી, પરંતુ તમામ માનવ સમાજને - કે 'તમે તમારી બધી બનાવેલી વ્યાવસાયિક ફરજો છોડી દો. તમે ફક્ત મારા પ્રસ્તાવનો સ્વીકાર કરો, અને હું તમને બધું જ રક્ષણ આપીશ'. તેનો અર્થ એ નથી કે આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવી દઈએ છીએ. જેમ કૃષ્ણ અર્જુનને કહે છે, 'તું આ કર', પરંતુ તેઓ તેને દબાણ કરતા નથી, 'તું આ જ કર.' 'જો તને ગમે, તો તું કર'. કૃષ્ણ તમારી સ્વતંત્રતાને સ્પર્શતા નથી. તેઓ ફક્ત તમને વિનંતી કરે છે, 'તમે કરો'. તો જો આપણે આપણી ચેતનાને સર્વોચ્ચ ચેતનામાં લીન કરીશું તો આપણે આપણી વ્યક્તિત્વતાને રાખીને સુખી અને શાંતિપૂર્ણ બની શકીશું."
|