GU/690913 ભાષણ - શ્રીલ પ્રભુપાદ Tittenhurst માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃતનો અર્થ થાય છે ભગવાનની દયા દ્વારા જે પ્રાપ્ત થાય છે, તેનાથી આપણે સંતુષ્ટ રહેવું જોઈએ. બસ આટલું જ. તેથી અમે સૂચવીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓએ લગ્ન કરવા જોઈએ. કારણ કે તે એક સમસ્યા છે. મૈથુન જીવન એક સમસ્યા છે. તો દરેક સમાજમાં આ લગ્ન, ક્યાં તો હિન્દુ સમાજ હોય ​​કે ખ્રિસ્તી સમાજ અથવા મુસ્લિમ, લગ્ન ધાર્મિક વિધિઓ હેઠળ થાય છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિએ સંતુષ્ટ થવું જોઈએ: 'ઓહ, ભગવાને મને આ માણસને મારા પતિ તરીકે મોકલ્યો છે'. અને તે પુરુષે વિચારવું જોઇએ કે 'ભગવાને મને આ સ્ત્રી, આ સરસ સ્ત્રી, મારી પત્ની તરીકે મોકલી છે. ચાલો આપણે શાંતિથી રહીએ'. પણ જો હું ઈચ્છા કરું, 'ઓહ, આ પત્ની સારી નથી. તે છોકરી સરસ છે', 'આ પુરુષ સારો નથી. તે પુરુષ સારો છે', પછી આખી વસ્તુ બગડી જાય છે. આખી વસ્તુ બગડી જાય છે."
690913 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧ - ટાઇટનહર્સ્ટ