"માયાવાદી તત્વદર્શી કહે છે કે "હું ભગવાન છું, પરંતુ હું, માયા દ્વારા, હું વિચારી રહ્યો છું કે હું ભગવાન નથી. તો ધ્યાન દ્વારા હું ભગવાન બનીશ." પરંતુ તેનો અર્થ એ છે કે તે માયાની સજા હેઠળ છે. તો ભગવાન માયાના પ્રભાવ હેઠળ આવી ગયા છે. તે કેવી રીતે છે? ભગવાન મહાન છે, અને જો તે માયાના પ્રભાવ હેઠળ આવી જાય, તો પછી માયા મહાન બને છે. ભગવાન કેવી રીતે મહાન બને છે? તો વાસ્તવિક વિચાર, જ્યા સુધી આપણે આ ભ્રમણા ચાલુ રાખીશું કે "હું ભગવાન છું," "કોઈ ભગવાન નથી," "દરેક વ્યક્તિ ભગવાન છે," એવી ઘણી બધી વસ્તુઓ, ત્યાં સુધી ભગવાનની કૃપા મેળવવાનો કોઈ પ્રશ્ન જ નથી."
|