"આપણે ભ્રમની, માયાની, વાત કરીએ છીએ. આ ભ્રાંતિ છે, કે "હું આ શરીર છું, અને આ શરીરના સંબંધમાં કંઈપણ..." મારે અમુક સ્ત્રી સાથે વિશેષ સંબંધ છે, તો હું વિચારું છું કે, "તે મારી પત્ની છે. હું તેના વિના ન રહી શકું." અથવા બીજી સ્ત્રી કે જેમની પાસેથી મેં જન્મ લીધો છે, "તે મારી માતા છે." તે જ રીતે પિતા, પુત્રો. આ રીતે, દેશ, સમાજ, સૌથી વધુ, માનવતા. બસ. પરંતુ આ બધા વસ્તુઓ ભ્રાંતિ છે, કારણ કે તે શારીરિક સંબંધમાં છે. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે સ એવ ગો-ખર: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). જેઓ જીવનની આ ભ્રાંતિપૂર્ણ સ્થિતિમાં છે, તેમની સરખામણી ગાય અને ગધેડા સાથે કરવામાં આવે છે. તો આપણું પ્રથમ કાર્ય જીવનની આ ભ્રામક સ્થિતિમાંથી સામાન્ય જનતાને જાગૃત કરવાનું છે. તો ભગવદ્ દર્શન વિશેષ કરીને તે હેતુ માટે છે. આપણે ભગવદ્ દર્શનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી સામાન્ય જનતાની પ્રથમ સ્થિતિ, જ્ઞાનનું પ્રથમ સ્તર પાર થાય."
|