"તો જે લોકો સદભાગ્યે કૃષ્ણ ભાવનામૃતના આ મંચ પર સંગ દ્વારા, અભ્યાસ દ્વારા આવ્યા છે, આ માર્ગ છે. તો તેને વળગી રહો. દૂર ન જશો. ભલે તમને કોઈ ખામી લાગે, તો પણ સંગથી દૂર ન જાઓ. સંઘર્ષ કરો, અને કૃષ્ણ તમને મદદ કરશે. તો આ દીક્ષા પ્રક્રિયા એટલે કૃષ્ણ ભાવનામૃતના આ જીવનની શરૂઆત. અને આપણે આપણી મૂળ ચેતનામાં રહેવાનો પ્રયત્ન કરીશું. તે કૃષ્ણ ચેતના છે. જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮). મૂળ ચેતના, જેમ કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ દ્વારા ભલામણ કરવામાં આવેલી છે, કે તેઓ પોતાને કૃષ્ણના શાશ્વત સેવક તરીકે ઓળખાવે છે. આ કૃષ્ણ ભાવનામૃત છે, અને આ મુક્તિ છે, અને આ મુક્તિ છે. જો તમે ફક્ત આ સિદ્ધાંતને વળગી રહો, તો ગોપી-ભર્તુ: પદ-કમલયોર દાસ-દાસ-દાસાનુદાસ: (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦), કે... "હું કૃષ્ણના શાશ્વત સેવક સિવાય કંઈ નથી," તો પછી તમે મુક્ત મંચ પર છો. કૃષ્ણ ભાવનામૃત એટલું સરસ છે."
|