"આપણે ખાઈએ છીએ. દરેક વ્યક્તિ ખાય છે; આપણે પણ ખાઈએ છીએ. અંતર એટલું જ છે કે કોઈ વ્યક્તિ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ખાય છે અને કોઈ વ્યક્તિ કૃષ્ણની સંતુષ્ટિ માટે ખાય છે. તે અંતર છે. તો તમે માત્ર સ્વીકાર કરો કે 'મારા પ્રિય ભગવાન...' જેમ કે એક પુત્ર, જો તે તેના પિતાથી મળેલા લાભોને સ્વીકારે છે, તેના પિતા કેટલા સંતુષ્ટ થાય છે, 'ઓહ, મારો પુત્ર ખૂબ સારો છે'. પિતા બધું આપે છે, પણ જો પુત્ર કહે છે કે, 'મારા પ્રિય પિતા, તમે મારા ઉપર એટલા દયાળુ છો કે તમે મને આટલી બધી સરસ વસ્તુઓ આપો છો. હું તમને ધન્યવાદ આપું છું', પિતા ખૂબજ પ્રસન્ન થાય છે. પિતાને ધન્યવાદની જરૂર નથી, પણ તે સ્વાભાવિક છે. પિતા આવા ધન્યવાદની દરકાર નથી કરતા. તેમનું કર્તવ્ય છે પૂરું પાડવું. પણ જો પુત્ર પિતાથી મળેલ લાભ માટે ધન્યવાદ આપે છે, તો પિતા વિશેષ કરીને સંતુષ્ટ થાય છે. તેવી જ રીતે, ભગવાન પિતા છે. તેઓ આપણું પાલન કરે છે."
|