"તપસ્યાના પદ્ધતિ અને અન્ય પદ્ધતિઓ જેમ કે ઇન્દ્રિય નિયંત્રણ, મનનું નિયંત્રણ, ત્યાગ; પોતાને ઉન્નત કરવા માટે આપણે ઘણા બધા સૂત્રોની ચર્ચા કરી છે, તેની જરૂર છે - જો આ બધામાંથી પસાર થયા છતાં પણ - જો આપણે પોતાને ઉન્નત ન કરીએ, જો આપણે પોતાને પશુ વૃત્તિમાં જ રાખીએ, તો આપણે પશુની જેમ રહીએ છીએ. જેમ કે જો તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં દાખલ થયા છો, પાઠશાળામાં, જો તમે શિક્ષાનો લાભ નહીં લો, તો તમે ત્યાં જ રહો છો જ્યાં તમે પેહલા દાખલ થયા હતા, તો તમે તે સંસ્થાનો લાભ નથી લેતા, તમે મૂર્ખ, અથવા અભણ અથવા અજ્ઞાની જ રહો છો. તેવી જ રીતે, આ માનવ જીવનમાં, જો તમે મહાન ઋષિઓ દ્વારા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ, દ્વારા આપેલ જ્ઞાનનો લાભ નથી લેતા, તો તે બિલકુલ તેવું જ છે જેમ કે તમે શૈક્ષણિક જીવનમાં પ્રવેશ કરો છો, તમે તેનો લાભ નથી લેતા, અને તમે અંતિમ પરીક્ષામાં નાપાસ થાઓ છો."
|