"આપણે બદ્ધ છીએ કારણ કે જડ પદાર્થ કરતા આપણું પદ ઉપરનું છે, પણ આપણે તેનો દુરઉપયોગ કરીએ છીએ. કેવી રીતે આપણે દુરઉપયોગ કરી રહ્યા છીએ? આપણે ભૂલી ગયા છીએ કે ભલે આપણે જડ પદાર્થ કરતા ચડિયાતી શક્તિ છીએ,પણ છતાં, હું ભગવાનને આધીન છું. આ વાત તે ભૂલી જાય છે. આધુનિક સભ્યતા, તે લોકો ભગવાન માટે કોઈ પરવાહ નથી કરી રહ્યા, કારણ કે લોકો જડ પદાર્થ કરતા ચડિયાતા છે. તેઓ માત્ર જડ પદાર્થને બીજી રીતે શોષણ કરી રહ્યા છે. પણ તેઓ ભૂલી રહ્યા છે કે આપણે ભલે અમેરિકન હોઈએ કે રશિયન કે ચીની કે ભારતીય, આપણે બધા ભગવાનને આધીન છીએ. આ ભૂલ છે. કૃષ્ણ ભૂલિયા જીવ ભોગ વાંછા કરે (પ્રેમ-વિવર્ત). તેઓ કૃષ્ણને ભૂલી ગયા છે, અને તેઓ આ ભૌતિક જગતનો ભોગ કરવા ઈચ્છે છે. તે તેમનો રોગ છે. હવે આપણું કર્તવ્ય છે કે તેમના કૃષ્ણ ભાવનામૃતને જાગૃત કરવી, કે "તમે ચડિયાતા છો, તે ઠીક છે. પણ તમે કૃષ્ણને આધીન છો."
|