"જેમ કે આપણા સામાન્ય જીવનમાં, બધી જગ્યાએ કોઈ મુખ્ય માણસ, એક નેતા, હોય છે, જેમ કે તમે મને તમારા નેતાના રૂપમાં સ્વીકાર કર્યો છે. તેવી જ રીતે, નેતાઓના નેતા, નેતાઓના નેતા, શોધ કરતા જાઓ; જ્યારે તમે કૃષ્ણ ઉપર આવશો, તેઓ બધાના નેતા છે. તે કૃષ્ણ છે. બસ. ઈશ્વર: પરમ: કૃષ્ણ (બ્ર.સં. ૫.૧). દરેક વ્યક્તિ બ્રહ્મ છે, જે પણ તમે કહો, ઈશ્વર: - પણ કોઈ પણ પરમ: નથી. પરમ એટલે 'સર્વોચ્ચ'. હું આ સંસ્થાનો નિયંત્રક હોઈ શકું છું; રાષ્ટ્રપતિ આ દેશના નિયંત્રક હોઈ શકે છે; પણ કોઈ પણ એવો દાવો ન કરી શકે કે, 'હું સર્વોચ્ચ નિયંત્રક છું'. તે સંભવ નથી. તે ફક્ત કૃષ્ણ માટે જ છે. તે પદવી કૃષ્ણ માટે છે."
|