"આ ભૌતિક જગતમાં બે શક્તિઓ કામ કરી રહી છે: આધ્યાત્મિક શક્તિ અને ભૌતિક શક્તિ. ભૌતિક શક્તિ મતલબ આઠ પ્રકારના ભૌતિક તત્ત્વો. ભૂમિર અપો અનલો વાયુ: (ભ.ગી. ૭.૪) પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અને અહંકાર. આ બધા ભૌતિક છે. અને તેવી જ રીતે, સૂક્ષ્મ, વધુ સૂક્ષ્મ, વધુ સૂક્ષ્મ, અને સ્થૂળ, વધુ સ્થૂળ, વધુ સ્થૂળ. જેમ કે પાણી પૃથ્વી કરતાં વધુ સૂક્ષ્મ છે, પછી અગ્નિ, પાણી કરતાં વધુ સૂક્ષ્મ છે, અને વાયુ અગ્નિ કરતાં વધુ સૂક્ષ્મ છે, પછી આકાશ, વાયુ કરતાં વધુ સૂક્ષ્મ છે. તેવી જ રીતે બુદ્ધિ, આકાશ કરતાં વધુ સૂક્ષ્મ છે, અથવા મન આકાશ કરતાં વધુ સૂક્ષ્મ છે. મન... તમે જાણો છો, મે ઘણી વાર ઉદાહરણ આપેલું છે: મનની ગતિ. એક સેકન્ડમાં તમે ઘણા લાખો માઈલ દૂર જઈ શકો છો. તો જેટલું સૂક્ષ્મ તે બને છે, તેટલું શક્તિશાળી. તેવી જ રીતે, આખરે, જ્યારે તમે આધ્યાત્મિક ભાગ પર આવો છો, વધુ સૂક્ષ્મ, જેમાથી બધુ જ બહાર આવે છે, ઓહ, તે બહુ જ શક્તિશાળી છે. તે આધ્યાત્મિક શક્તિ."
|