GU/700503 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
સ વૈ પુંસામ પરો ધર્મો
યતો ભક્તિર અધોક્ષજે
અહૈતુકી અપ્રતિહતા
યયાત્મા સુપ્રસિદતી
(શ્રી.ભા. ૧.૨.૬)

"આ ભાગવત ધર્મ છે. તે પ્રથમ વર્ગનો ધર્મ છે. તે શું છે? યત:, તે ધાર્મિક સિદ્ધાંતનો અમલ કરીને, જો તમે ભગવાન માટેનો તમારો પ્રેમ વિકસિત કરો છો, તે ભગવાન કે જે તમારા શબ્દો અને મનના કાર્યોથી પરે છે... અધોક્ષજ. આ શબ્દ વપરાયો છે, અધોક્ષજ: જ્યાં તમારી ભૌતિક ઇન્દ્રિયો પહોંચી નથી શકતી. અને તે પ્રેમ કયા પ્રકારનો છે? અહૈતુકી, કોઈ પણ કારણ વગર. 'હે ભગવાન, હું તમને પ્રેમ કરું છું, ભગવાન, કારણકે તમે મને ઘણી બધી સરસ વસ્તુઓ પૂરી પાડો છો. તમે મારી આજ્ઞા પૂરી કરો છો'. ના. તે પ્રકારનો પ્રેમ નહીં. કોઈ પણ લેવડદેવડ વગર. તે ચૈતન્ય મહાપ્રભુએ શીખવાડ્યુ છે, કે 'જે પણ તમે કરો... આશ્લિશ્ય વા પાદ રતામ પિનશ્ટુ મામ (ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭). "ક્યાં તો તમે મને તમારા પગ નીચે કચડી નાખો અથવા તમે મને ગળે લગાડો... તમને જે ઠીક લાગે તે. તમે મારી સામે અદ્રશ્ય થઈને મારૂ હ્રદય તોડી કાઢો - તેનો ફરક નથી પડતો. છતાં તમે મારા પૂજનીય ભગવાન છો." તે પ્રેમ છે."

700503 - ભાષણ ઇશોપનિષદ ૧ - લોસ એંજલિસ