GU/700510 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણે જે કઈ પણ આ બ્રહ્માંડમાં જોઈએ છીએ, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતમાં, આધ્યાત્મિક જગત કૃષ્ણની અંતરંગ શક્તિનો વિસ્તાર છે, અને આ ભૌતિક જગત કૃષ્ણની બહિરંગ શક્તિનો વિસ્તાર છે, અને આપણે જીવો, આપણે તટસ્થ શક્તિના વિસ્તાર છીએ. તો ત્રણ શક્તિઓ. તેમની પાસે વિવિધ શક્તિઓ છે. આ બધી વિવિધ શક્તિઓ ત્રણ ભાગમાં વિભાજીત છે: અંતરંગ-શક્તિ, બહિરંગ-શક્તિ, તટસ્થ-શક્તિ. અંતરંગ શક્તિ એટલે આંતરિક શક્તિ; બહિરંગ શક્તિ એટલે બાહ્ય શક્તિ; અને તટસ્થ શક્તિ એટલે આ જીવો. આપણે શક્તિ છીએ. આપણે શક્તિ છીએ." |
700510 - ભાષણ ઈશોપનિષદ ૭ - લોસ એંજલિસ |