"જે વસ્તુ આપણી પાસે નથી તેને પ્રાપ્ત કરવા આપણે ખૂબ જ આતુર હોઈએ છીએ. તે છે કાંક્ષતિ, આકાંક્ષા કરવી. અને જે વસ્તુઓ જતી રહી છે, આપણે તેના માટે શોક કરીએ છીએ. પણ જો આપણે જાણીએ કે કૃષ્ણ કેન્દ્ર બિંદુ છે, તો જે પણ પ્રાપ્ત થાય છે, મળે છે, લાભ થાય છે, તે કૃષ્ણની ઈચ્છા છે. કૃષ્ણે આપ્યું છે; સ્વીકાર કરો. અને જો તે કૃષ્ણ દ્વારા લઇ લેવામાં આવે છે, તો પછી શોક શેનો છે? કૃષ્ણને મારી પાસેથી લઇ લેવાની ઈચ્છા થઈ. ઓહ, મારે શોક શા માટે કરવો જોઈએ? કારણકે એકત્વમ, તે પરમ ભગવાન, તેઓ બધા કારણોના કારણ છે. તેઓ લઈ લે છે; તેઓ આપે પણ છે."
|