GU/700513b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ ઈશોપનિષદ આપણને શીખવાડે છે કે આપણને ખૂબજ સજાગ રેહવું જોઈએ. આપણને ખૂબજ ઉન્નત ન બનીએ... આપણે ઉન્નત હોઈ શકીએ છીએ. તેનો કોઈ ફરક નથી પડતો. આપણે એવું નથી કેહતા કે તમે ભૌતિક શિક્ષામાં ઉન્નતિ ન થાઓ. તમે ઉન્નતિ કરો, પણ, તે જ સમયે, તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો. તે આપણો પ્રચાર છે. આપણે એવું નથી કેહતા કે તમે... તમે આ મોટરગાડી ન બનાવો કે તમે આટલા બધા યંત્રો ન બનાવો. આપણે એવું નથી કહેતા. પણ આપણે કહીએ છીએ, 'ઠીક છે, તમે આ યંત્રની રચના કરી છે. તેને કૃષ્ણની સેવામાં લગાવો'. તે આપણો પ્રસ્તાવ છે. આપણે એવું નથી કેહતા કે તમે તેને બંધ કરો. આપણે એવું નથી કેહતા કે તમે... તમે મૈથુન જીવન ન કરો. પણ આપણે કરીએ છીએ કે, 'હા, તમે મૈથુન જીવન કરો - કૃષ્ણ માટે. તમે કૃષ્ણ ભાવનાભાવિત બાળકોને ઉત્પન્ન કરો. સો વાર તમે મૈથુન જીવનને અપનાવો. પણ બિલાડી અને કુતરાઓને પેદા ન કરો'. તે આપણો પ્રસ્તાવ છે."
700513 - ભાષણ ઈશોપનિષદ ૯ - લોસ એંજલિસ