GU/700518 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ક્યાં તો કર્મીઓ અથવા જ્ઞાનીઓ અથવા યોગીઓ, તેઓ હમેશા... તેઓ, તે દરેક, ઉપર ઉઠવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અને તે બધાની ઉપર ભક્તો છે. તો ભક્તનું પદ સર્વોચ્ચ છે કારણકે માત્ર ભક્તિથી જ તમે સમજી શકો કે ભગવાન શું છે. ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫), કૃષ્ણ કહે છે. તેઓ કહેતા નથી કે 'કર્મ દ્વારા વ્યક્તિ મને સમજી શકે'. તેઓ કહેતા નથી કે 'જ્ઞાન દ્વારા વ્યક્તિ મને સમજી શકે'. તેઓ કહેતા નથી કે 'યોગ દ્વારા વ્યક્તિ મને સમજી શકે'. તેઓ સ્પષ્ટરીતે કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતી: 'ફક્ત ભક્તિમય સેવા દ્વારા જ વ્યક્તિ મને સમજી શકે છે'. યાવાન યશ ચાસ્મિ તત્ત્વત: (ભ.ગી. ૧૮.૫૫). તેમને તેમના મૂળ રૂપમાં જાણવા, તે ભક્તિ છે. તો ભક્તિમય સેવા સિવાય, પરમ સત્યને સમજવાની કોઈ શક્યતા જ નથી."
700518 - ભાષણ ઇશોપનિષદ ૧૩-૧૫ - લોસ એંજલિસ