GU/700518b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જો તમે તમારી આંખોને ભગવદપ્રેમથી આંજી દો, તો તમે ભગવાનને હમેશા જોશો. સંત: સદૈવ હ્રદયેષુ વિલોકયંતી. હા. તો ભક્તિ. તો આ ભગવાનને સમજવાનો માર્ગ છે. સેવા દ્વારા, પ્રેમની વૃદ્ધિ કરીને... આ પ્રેમ ફક્ત સેવા દ્વારા જ વધી શકે છે. નહિતો કોઈ શક્યતા નથી. સેવોન્મુખે હી જિહવાદૌ (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). જેટલો તમે તમારો સેવાભાવ વધારશો, તેટલો જ તમે તમારો ભગવાન માટેનો સુષુપ્ત પ્રેમ જગાડશો. અને જેવા તમે ભગવદ પ્રેમના પૂર્ણ સ્તર પર આવશો, તમે ભગવાનને જોશો, દરેક ક્ષણે. ચોવીસ કલાક તમે જોઈ શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર." |
700518 - ભાષણ ઇશોપનિષદ ૧૩-૧૫ - લોસ એંજલિસ |