"જ્યારે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં વિકસિત થાય છે તેનું કાર્ય બને છે તે જોવું કે, 'શું હું મારો સમય બરબાદ કરું છું?' તે ઉન્નત ભક્તના લક્ષણોમાનું એક છે. અવ્યર્થ કાલત્વમ. નામ ગાને સદા રુચિ (ચૈ.ચ. મધ્ય ૨૩.૩૨). હમેશા કીર્તન પ્રત્યે આસક્તિ. પ્રિતીસ તદ વસતિ સ્થલે: (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૮-૧૯) અને મંદિરમાં રહેવા પ્રત્યે આસક્તિ, વસતિ, જ્યાં કૃષ્ણ રહે છે. કૃષ્ણ દરેક જગ્યાએ રહે છે, પણ વિશેષ કરીને, આપણને મળવાનો અવસર આપવા માટે, તેઓ મંદિરમાં રહે છે અથવા વૃંદાવન જેવા સ્થળોમાં રહે છે. તો પ્રિતીસ તદ વસતિ સ્થલે. વ્યક્તિએ જ્યાં કૃષ્ણ રહે છે ત્યાં રહેવા માટે આસક્તિ વધારવી જોઈએ. પ્રિતીસ તદ વસતિ... નામ ગાને સદા રુચિ. અને પવિત્ર નામના કીર્તન માટે હમેશા સ્વાદ હોવો જોઈએ."
|