"તો શુકદેવ ગોસ્વામી પોતાનો ચુકાદો આપે છે. નૃપ, "મારા પ્રિય રાજા, આ બધા વર્ગના મનુષ્યો માટે," નિર્ણિતમ, "તે પહેલેથી જ નક્કી છે." આ વૈદિક નિષ્કર્ષ છે. તમારે સંશોધન નથી કરવાનું. તમારે અધિકારી સત્તા પાસેથી માહિતી લેવાની છે. તો અહીં શુકદેવ ગોસ્વામી અધિકારી છે, કે "આ બધા માણસોના વર્ગ માટે, આ નિર્ણયનો નિષ્કર્ષ આપવામાં આવ્યો છે." તે શું છે? હરેર નામાનુકીર્તનમ (શ્રી.ભા. ૨.૧.૧૧): હરે કૃષ્ણ જપ કરો. ક્યાંતો તમે જ્ઞાની હોવ, ક્યાં તો તમે યોગી હોવ, ક્યાં તો તમે કર્મી હોવ, તમે કોઈ ઈચ્છા રાખતા હોવ કે ના રાખતા હોવ, પરંતુ તમારા જીવનનો ઉદ્દેશ્ય છે, જીવનની પૂર્ણતા. તો જો તમારે તે જોઈએ છે, તો પછી જપ કરો - હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે."
|