"તો આપણે શાસ્ત્રોથી સાંભળીએ છીએ. તમે કદાચ ન માનો, પણ આપણે વ્યાવહારિક રીતે જોઈ શકીએ છીએ કે જે વ્યક્તિએ હત્યા કરી છે, તેને ફાંસી આપવામાં આવે છે. તેમાં કોઈ સંદેહ નથી. 'જીવન માટે જીવન'. તો કેવી રીતે આ મૂર્ખ લોકો ખૂબજ, મારા કહેવાનો અર્થ છે કે, સાહસથી પશુઓની હત્યા કરે છે? જો તે હકીકત છે કે તમારા રાષ્ટ્રના નિયમોમાં પણ કે 'જીવન માટે જીવન', હું કેવી રીતે બીજા પશુને મારવા માટે સાહસ કરી શકું? તમે જોયું? અને આ નિષ્કર્ષ છે. શાસ્ત્ર કહે છે કે તમારે તે વ્યક્તિગત જીવ માટે પોતાના જીવનથી બદલો ચુકવવો પડે છે. તે માંસનો અર્થ છે, સંસ્કૃત શબ્દ માંસ. માંસ ખાદતી."
|