"તો આપણે તે સ્થિતિ માટે તૈયાર થવું જોઈએ, કેવી રીતે પાછા ભગવદ્ ધામ, પાછા કૃષ્ણ પાસે જવું, અને પોતાને તેમની સેવામાં જોડવી. પછી પ્રશ્ન છે કે માતાના રૂપમાં કે મિત્રના રૂપમાં કે... તે પછીથી વિચારી શકાય છે. સૌથી પેહલા ભગવદ્ ધામમાં પ્રવેશ કેવી રીતે કરવો તે વિષે વિચારીએ. તે શરત છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ (ભ.ગી. ૧૮.૬૬), કે 'તું મને પૂર્ણ રીતે શરણાગત થા, બીજા બધા કાર્યોને છોડીને, ત્યારે હું તારો ભાર સંભાળીશ'. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી. મોક્ષ છે. એક કૃષ્ણ ભક્ત માટે મોક્ષ, અથવા મુક્તિ, કઈ પણ નથી. તેઓ કરશે. તેઓ તેનું ધ્યાન રાખશે."
|