GU/701110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ઈશ્વર: સર્વ ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ (ભ.ગી. ૧૮.૬૧). તેઓ બધાના હૃદયમાં સ્થિત છે. અંડાન્તર-સ્થ-પરમાણુ ચયાંતર-સ્થમ (બ્ર.સં. ૫.૩૫). તેઓ આ બ્રહ્માંડમાં છે, અને તેઓ અણુમાં પણ છે. તે પરમાત્માનો સાક્ષાત્કાર છે. બધી જગ્યાએ, સર્વ-વ્યાપી. અખિલાત્મ-ભૂતો. ગોલોક એવ નિવસતી (બ્ર.સં. ૫.૩૭). જો કે તેઓ તેમના ગોલોક-વૃંદાવન ધામમાં સ્થિત છે, તેઓ સર્વત્ર છે. તે સર્વ-વ્યાપી રૂપ પરમાત્માનું છે. અને તે ગોલોક-વૃંદાવન-સ્થિતિ ભગવાન છે." |
701110 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૪ - મુંબઈ |