GU/701215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). આ અભ્યાસ મતલબ મૃત્યુના સમયે જો વ્યક્તિ કૃષ્ણનું, નારાયણનું, સ્મરણ કરી શકે, તો તેનું આખું જીવન સફળ છે. મૃત્યુના સમયે. કારણ કે માનસકિતા, મૃત્યુના સમયે તેના મનનો ભાવ, તેને આવતા જીવનમાં લઇ જશે. જેમ કે પવન દ્વારા સુગંધ લઈ જવામાં આવે છે, તે જ રીતે, મારી માનસિકતા મને બીજા પ્રકારના દેહમાં લઇ જશે. જો મેં મારી માનસિકતા વૈષ્ણવ, શુદ્ધ ભક્ત, ના રૂપમાં બનાવેલી છે, તો હું તરત જ વૈકુંઠમાં સ્થાનાંતરિત થઈશ. જો મેં મારા મનને સાધારણ કર્મીની જેમ બનાવ્યું છે, તો મારે આ ભૌતિક જગતમાં રેહવું પડે છે જે પ્રકારની માનસિકતા મેં બનાવેલી છે, તેને ભોગવા માટે."
701215 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૭ - ઈન્દોર