"તમારી પાસે ખૂબ સારી દવાઓ, દવાની દુકાન હોઈ શકે છે, જેમ તમારા દેશમાં હોય છે, પરંતુ છતાં તમારે રોગોથી પીડાવું પડશે. તમારી પાસે ગર્ભનિરોધકતા માટેની હજારો પદ્ધતિ હોઈ શકે છે, પરંતુ વસ્તી વધી છે. આહ. અને મૃત્યુ થતાંની સાથે જ, જેવું આ શરીર, જન્મ-મત્યુ-જરા-વ્યાધિ (ભ.ગી. ૧૩.૯). ભગવદ્ ગીતામાં દરેક વસ્તુ સ્પષ્ટ રીતે જણાવેલી છે કે, કોઈપણ બુદ્ધિશાળી વ્યક્તિ કહેશે કે "આપણે જીવનની બધી દયનીય પરિસ્થિતિઓનું સમાધાન કર્યું છે, પરંતુ આ ચાર સિદ્ધાંતોનું નહીં. તે શક્ય નથી," જન્મ-મત્યુ-જરા-વ્યાધિ: જન્મની વેદના, મૃત્યુની વેદના, વૃદ્ધાવસ્થા અને રોગની પીડાઓ. તેને રોકી ન શકાય. તે ફક્ત ત્યારે જ હલ થઈ શકે છે જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો અને ભગવદ્ ધામ પાછા જાઓ, બસ. અન્યથા તે શક્ય નથી."
|