"ગુરુ મતલબ તમારે વૈદિક જ્ઞાનમાં કુશળ એવા કોઈ વ્યક્તિની શોધ કરવી પડે. શબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણી ઉપશમાશ્રયમ. આ ગુરુના લક્ષણો છે: કે તે વેદોના નિષ્કર્ષમાં સારી રીતે પારંગત છે. માત્ર એટલું જ નહીં કે તે સારી રીતે વાકેફ છે, પરંતુ તેમણે ખરેખર તેમના જીવનમાં તે માર્ગ ગ્રહણ કર્યો છે, ઉપશમાશ્રયમ, કોઈપણ અન્ય રીતે ભટક્યા વિના. ઉપશમ, ઉપશમ. તેમણે તમામ ભૌતિક લાલસાઓ સમાપ્ત કરી દીધી છે. તેમણે ફક્ત આધ્યાત્મિક જીવન ગ્રહણ કર્યું છે અને ફક્ત પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. અને સાથે સાથે, તે બધા વૈદિક નિષ્કર્ષો જાણે છે. આ ગુરુનું વર્ણન છે."
|