"વેદિક આજ્ઞાનો આખો નિર્દેશ છે તે સમજવું કે 'હું આ ભૌતિક શરીર નથી; હું આધ્યાત્મિક આત્મા છું'. અને આ વાસ્તવિક સ્થિતિ સમજવા માટે, ધર્મ-શાસ્ત્રમાં ઘણા બધા નિર્દેશો હોય છે, ધાર્મિક ગ્રંથોમાં. અને તમે અહિયાં જોશો કે યમદૂત અથવા યમરાજ બોલશે, ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). વાસ્તવમાં, મૂળ રૂપે, મારો કહેવાનો મતલબ, ધાર્મિક સિદ્ધાંતોના નિયંત્રક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેથી કૃષ્ણને ક્યારેક ધર્મ-સેતુ તરીકે સંબોધવામાં આવે છે. સેતુ મતલબ પુલ. આપણે પાર કરવાનો છે. આખી યોજના છે કે આપણે અજ્ઞાનનો મહાસાગર પાર કરવાનો છે કે જેમાં અત્યારે આપણે પડી ગયેલા છીએ. ભૌતિક અસ્તિત્વ મતલબ તે અજ્ઞાન અને અંધકારનો મહાસાગર છે, અને વ્યક્તિએ તેને પાર કરવાનો છે. પછી તે તેનું સાચું જીવન મેળવે છે."
|