GU/710115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વિષ્ણુદૂત કહે છે કે 'ભલે વ્યક્તિએ ઘણા બધા પાપ કાર્યો કર્યા હોય, જો તે..., જો તે નારાયણનું પવિત્ર નામ ઉચ્ચારે છે, તે તરત જ મુક્ત બને છે'. તે એક હકીકત છે. તે અતિશયોક્તિ નથી. એક પાપી, એક યા બીજી રીતે જો તે હરે કૃષ્ણ મંત્ર જપ કરે છે, તે તરત જ બધા જ પાપના ફળોમાથી મુક્ત બને છે. પણ મુશ્કેલી છે કે તે ફરીથી કરે છે. તે નામ અપરાધ છે, અપરાધ. દસ પ્રકારના અપરાધો છે. આ સૌથી ભીષણ અપરાધ છે, કે હરે કૃષ્ણ મંત્ર જપ કર્યા પછી બધાજ પ્રકારના પાપમાથી મુક્ત બન્યા પછી, જો તે ફરીથી તે જ પાપ કરે, તો તે સૌથી ભયંકર ગુનો છે. સામાન્ય માણસ માટે તે એટલું ગંભીર ના હોઈ શકે, પણ જે હરે કૃષ્ણ મંત્ર જપ કરે છે, જો તે આ મંત્રનો ફાયદો ઉઠાવે, કે 'કારણકે હું હરે કૃષ્ણ મંત્ર જપ કરું છું, ભલે હું પાપ કરીશ પણ, હું મુક્ત થઈ જઈશ', તે મુક્ત થઈ જશે, પણ કારણકે તે અપરાધી છે તે હરે કૃષ્ણ મંત્ર જપ કરવાનું અંતિમ લક્ષ્ય નહીં મેળવે."
710115 - ભાષણ શ્રી.ભા. ૬.૨.૯-૧૦ - અલાહાબાદ