"જેમ કે એક બાળક દરરોજ જુએ છે કે સૂર્ય પૂર્વ બાજુથી ઉગે છે — તેથી પૂર્વ દિશા એ સૂર્યની પિતા છે. શું પૂર્વી બાજુનો સૂર્યની પિતા છે? સૂર્ય હંમેશાં હોય જ છે, પરંતુ તમે સવારે જુઓ છો કે તે પૂર્વ દિશામાંથી ઉગી રહ્યો છે. બસ. તે તમારો દ્રષ્ટિકોણ છે. એવું નથી કે સૂર્યનો જન્મ થાય છે, પૂર્વ દિશાએથી જન્મ થાય છે. સૂર્ય હંમેશાં આકાશમાં હોય જ છે. એ જ રીતે, કૃષ્ણ હંમેશાં છે જ, પરંતુ મૂર્ખ વ્યક્તિ માટે એવું લાગે છે કે તેઓ જન્મ્યા છે. અજો અપિ સન્ન અવ્યયાત્મા. અજો અપિ: "મારે કોઈ જન્મ નથી." અજ:. આ શબ્દ વપરાયો છે. અજો અપિ સન્ન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપિ સન્ન. તો તમે કૃષ્ણના જન્મને સામાન્ય જન્મની સાથે કેવી રીતે સરખાવી શકો? જો કોઈ જાણે છે કે કૃષ્ણનો જન્મ શું છે, તો તે મુક્તિ મેળવે છે. જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતિ તત્ત્વતઃ."
|