"તમે પરમ બ્રહ્મ છો." આપણામાંના દરેક, કૃષ્ણના અભિન્ન અંશ હોવાને કારણે, આપણે બ્રહ્મ છીએ. તે સરસ છે. પરંતુ આપણે પરમ બ્રહ્મ નથી. પરમ બ્રહ્મ કૃષ્ણ છે. આપણામાંના દરેક ઈશ્વર છીએ. ઈશ્વર એટલે નિયંત્રક. જેમ કે તમારામાંથી કેટલાક જે આજે રાત્રે અહીં આવ્યા છો, મેજિસ્ટ્રેટ, ન્યાયાધીશો, તમે નિયંત્રક છો; પરંતુ તમે પરમ નિયંતા નથી. આ રીતે તમે શોધતા જાઓ કે સર્વોચ્ચ નિયંત્રક કોણ છે. સર્વોચ્ચ નિયંત્રક એટલે તે કે જેણે બીજાની આજ્ઞાનું પાલન ન કરવું પડે. તે સર્વોચ્ચ નિયંત્રક છે. નહીતો, દરેક વ્યક્તિ નિયંત્રક છે, પણ તેણે તેના અધિકારીની આજ્ઞાનું પાલન કરવું પડે છે."
|