GU/710130b ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ વિજ્ઞાન, આ પ્રચાર, આ કૃષ્ણ ભાવનામૃત, આપણે આખા વિશ્વમાં ફેલાવી રહ્યા છીએ. તેનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. તે ફક્ત એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે... તેથી..., પરંતુ જો તમે બધા જોડાઓ, જો તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો આખા વિશ્વમાં પ્રચાર કરવા માટે કોઈ વૈજ્ઞાનિક કાર્યક્રમ બનાવશો, તો એક દિવસ આપણે જોઈશું કે લોકો ભારતના ખૂબ જ આભારી રહેશે. તેઓ વિચારશે કે "અમને ભારત તરફથી કંઈક મળ્યું છે." અત્યારે ભારત વિદેશી દેશો પાસે ભિક્ષા માંગી રહ્યું છે: "મને પૈસા આપો, ચોખા આપો, ઘઉં આપો, સૈનિકો આપો." પરંતુ આ આંદોલન, જ્યારે અમે તેમની પાસે લઈ જઈએ છીએ, ત્યારે તેમની પાસેથી ભિક્ષા માંગવાનો કોઈ પ્રશ્ન નથી - તેમને આપવાનું છે. બસ કંઈક આપવાનો પ્રયત્ન કરો. તે મારી વિનંતી છે."
710130 - ભાષણ - અલાહાબાદ‎