GU/710130d ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ, તેમના ચોસઠ ગુણોમાંથી, એક છે અને તેથી ઓળખાય છે, બહુદક તરીકે. તે આપણા ભક્તિરસામૃતમાં સમજાવવામાં આવ્યું છે, તમે જોશો. તેનો અર્થ એ કે તેઓ કોઈ પણ જીવ સાથે વાત કરી શકે છે. કેમ નહીં? જો તેઓ દરેક જીવોના પિતા છે, તો તેઓ શું દરેક જીવની ભાષા સમજી ન શકે? તે સ્વાભાવિક છે. શું તે હકીકત નથી કે પિતા તેના પુત્રની ભાષા સમજે છે? સ્વાભાવિક રીતે, જો કૃષ્ણ તમામ જીવોના પિતા છે, તો પક્ષીઓ, મધમાખી, વૃક્ષો, મનુષ્યો - દરેકની ભાષાઓને સમજવું તેમના માટે સ્વાભાવિક છે. તેથી કૃષ્ણનો બીજો ગુણ છે બહુદક. જ્યારે કૃષ્ણ હાજર હતા ત્યારે આ વાત સાબિત થઈ હતી. એક દિવસ કૃષ્ણ એક પક્ષીની વાતનો જવાબ આપી રહ્યા હતા, અને એક વૃદ્ધ સ્ત્રી, તે યમુનાથી પાણી લેવા આવી હતી, અને જ્યારે તેણે જોયું કે કૃષ્ણ પક્ષી સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ: "ઓહ, કૃષ્ણ કેટલા સરસ છે."
710130 - ભાષણ શ્રી.ભા. ૬.૨.૪૬ - અલાહાબાદ‎