GU/710131 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જે વ્યક્તિ પવિત્ર નામના જપમાં સંલગ્ન છે, તેના માટે આ એક વિશેષ સુવિધા છે. તે શું છે? તે નિશ્ચિત છે કે તે ક્યારેય નર્કમાં પ્રવેશ નહીં કરે. તેની ખાતરી આપવામાં આવે છે. તે જીવનના ઉતરતા સ્તર પર અધઃપતન નથી થતો, પ્રાણીજીવનમાં, અથવા અજ્ઞાનમય જીવનમાં, માનવ જીવનમાં નીચ-જન્મમાં, પરંતુ તે ધીમે ધીમે પ્રગતિ કરશે. અને એ પણ બાંયધરી આપવામાં આવે છે કે યમદૂત, યમરાજના સેવકો, ક્યારેય તેમને મળશે નહીં અથવા તે તેને ક્યારેય જોશે નહીં. તેઓ તેની દ્રષ્ટિની બહાર હશે. આ પરિણામ છે." |
710131 - ભાષણ શ્રી.ભા. ૬.૨.૪૮ - અલાહાબાદ |