"મહિલાઓ અને સજ્જનો, આપણે કૃષ્ણને કૃપા-સિંધુ, દયાના સાગર તરીકે ઓળખીએ છીએ: હે કૃષ્ણ કરુણા-સિંધો. દિન-બંધો, અને તેઓ બધા શરણાગત જીવોના મિત્ર છે. દિન-બંધો. દિન — આ શબ્દનો ઉપયોગ થયો છે કારણ કે આપણે આ ભૌતિક અસ્તિત્વમાં છીએ. આપણે ખૂબ જ ગર્વિત છીએ - સ્વલ્પ-જલા માત્રેન સપરી ફોર-ફોરયતે. જેવી રીતે તળાવના ખૂણામાં એક નાની માછલી પલટાય છે, તે જ રીતે, આપણે જાણતા નથી કે આપણી સ્થિતિ શું છે. આ ભૌતિક જગતમાં આપણું પદ ખૂબ જ તુચ્છ છે. શ્રીમદ્ ભાગવતમ, અરે, ભગવદ્ ગીતામાં આ ભૌતિક જગતનું વર્ણન કરવામાં આવ્યું છે: એકાંશેન સ્થિતો જગત (ભ.ગી. ૧૦.૪૨). આ ભૌતિક જગત સમગ્ર સૃષ્ટિનો માત્ર એક તુચ્છ ભાગ છે. અસંખ્ય બ્રહ્માંડો છે; તે આપણી પાસે માહિતી છે - યસ્ય પ્રભા પ્રભાવતો જગદ-અંડ-કોટી (બ્ર.સં. ૫.૪૦).જગદ-અંડ-કોટી. જગદ-અંડનો અર્થ આ બ્રહ્માંડ છે. કોટીનો અર્થ છે અસંખ્ય."
|