"તો યસ્યેહિતમ ન વિદુ:. કેમ? જો તેઓ ખૂબ જ ઉન્નત છે, તો તેઓ કેમ નથી કરી શકતા? સ્પર્ષતા-માયા: "તેઓ પણ માયા દ્વારા દૂષિત છે." સ્પર્ષતા-માયા:. સત્ત્વ-પ્રધાના: "સત્વગુણના સ્તર પર તેમની સ્થિતિ, સત્વગુણના ગુણ પર, તે ખૂબ જ અગત્યનું છે, પરંતુ તેઓ દૂષણથી મુક્ત નથી." જેમ કે આપણા આ અનુભવમાં, પ્રથમ વર્ગનો બ્રાહ્મણ, તે પ્રથમ વર્ગનો માણસ હોવો જોઈએ. પણ છતાં સંદૂષણ છે. ઓછામાં ઓછું આ સંદૂષણ છે: "ઓહ, હું બ્રાહ્મણ છું. હું બ્રાહ્મણ છું. હું મહાન છું..., હું બીજા બધા કરતા મહાન છું. હું વિદ્વાન છું, અને હું બધા વેદોને જાણું છું. મને ખબર છે કે વસ્તુઓ શું છે. હું બ્રહ્મને સમજું છું." કારણકે બ્રહ્મા જાનાતિતી બ્રાહ્મણ, તો તે જાણે છે. તો આ બધા ગુણો, પ્રથમ વર્ગનો બ્રાહ્મણ, પરંતુ તેમ છતાં તે દૂષિત છે, કારણ કે તેને ગર્વ છે: "હું આ છું. હું આ છું." તે ભૌતિક ઓળખ છે."
|