GU/710204b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"યમ એવૈષ વૃણુતે... નાયમ આત્મા પ્રવચનેન લભ... (કઠ ઉપનિષદ ૧.૨.૨૩). આ વૈદિક આજ્ઞા છે. ફક્ત વાત કરીને, ખૂબ સરસ વક્તા અથવા પ્રવક્તા બનીને, તમે પરમ ભગવાનને ન સમજી શકો. નાયમ આત્મા ન મેધયા. કારણ કે તમારી પાસે ખૂબ સરસ મગજ છે, તેથી તમે સમજી શકશો — ના. ન મેધયા. નાયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન. તો પછી કેવી રીતે? યમ એવૈષ વૃણુતે તેન લભ્ય: - લભ્ય: (કઠ ઉપનિષદ ૧.૨.૨૩): "ફક્ત તેજ વ્યક્તિ કે જેના પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કૃપા થઈ છે, તે સમજી શકે છે." તે સમજી શકે છે. નહીં તો, કોઈ સમજી શકે નહીં." |
710204 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૨-૧૫ - ગોરખપુર |