"તો આપણું આંદોલન, કૃષ્ણના પવિત્ર નામનો જપ, તે અધિકૃત છે. અહીં તે જણાવ્યું છે, તન-નામ-ગ્રહણાદિભિ:. અને તમે જોયું છે કે આપણા..., ભગવદ્ દર્શન સામાયિકમાં, હયગ્રીવે બાઇબલમાંથી ઘણા વાક્યો ટાંક્યા છે, જપ, હરે કૃષ્ણ મંત્રનો જાપ. તો આ કૃષ્ણ અથવા ભગવાનના પવિત્ર નામનો જપ કરવો તે અધિકૃત છે. અને વાસ્તવમાં તેની અસર અનુભવાઈ રહી છે, કારણ કે આપણને કાયદા અનુસાર આ પ્રકારના ધાર્મિક સિદ્ધાંતને અમલમાં મૂકવાની સલાહ આપવામાં આવે છે, જે અપરાધરહિત છે અને આ ચાર નિયમનકારી સિદ્ધાંતોને ટાળવામાં આવે છે. ફક્ત હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી અને આ નિયમોનું પાલન કરીને, વ્યક્તિનું પાછું ભગવદ્ ધામ જવું સુનિશ્ચિત છે. તેના વિશે કોઈ શંકા નથી."
|