"કૃષ્ણને સમજવું એ બહુ સરળ કાર્ય નથી. કૃષ્ણ કહે છે, "ઘણા લાખો માણસોમાંથી, કોઈ એક વ્યક્તિ મનુષ્ય જીવનમાં સિદ્ધ બનવાનો પ્રયાસ કરી રહ્યો છે." દરેક વ્યક્તિ પ્રયાસ કરી રહ્યો નથી. સૌ પ્રથમ વ્યક્તિએ બ્રાહ્મણ બનવું પડે અથવા બ્રાહ્મણના ગુણો પ્રાપ્ત કરવા પડે. તે સત્ત્વ-ગુણનું મંચ છે. જ્યાં સુધી વ્યક્તિ સત્ત્વ-ગુણના મંચ ઉપર ન આવે ત્યાં સુધી, સિદ્ધિનો પ્રશ્ન જ નથી. કોઈ પણ સમજી ન શકે, કોઈ પણ રજો-ગુણ અને તમો-ગુણના મંચ પર સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે, કારણ કે જે વ્યક્તિને રજો-ગુણ અને તમો-ગુણનું વ્યસન છે, તે હંમેશાં ખૂબ જ લોભી અને વાસનાવાળો રહે છે. તતો રજસ-તમો-ભાવા: કામ-લોભદયશ્ચ યે (શ્રી.ભા. ૧.૨.૧૯). જેને તમોગુણ અને રજોગુણના ભૌતિક ગુણોનો ચેપ લાગ્યો છે, તે વાસનાવાળો અને લોભી છે. બસ."
|