GU/710216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વિચાર એ છે કે પવિત્ર નામનો જપ એટલો શક્તિશાળી છે કે તે તરત જ જપ કરનારને મુક્ત કરી શકે છે. પરંતુ કારણ કે તે ફરીથી પતિત થવાની વૃત્તિ ધરાવે છે, તેથી નિયમનકારી સિદ્ધાંતો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, જો કોઈ વ્યક્તિ ફક્ત એક વાર અપરાધરહિત જપ કરવાથી મુક્ત થઈ જાય છે, તો જે લોકો નિયામક સિદ્ધાંતોનું પાલન કરે છે તેમના વિષે તો કહેવું જ શું. આ વિચાર છે. એવું નથી કે... જેમ કે સહજીયાઓ. તેઓ વિચારે છે કે "જો જપ એટલો શક્તિશાળી હોય, તો હું ક્યારેક જપ કરીશ." પણ તેને ખબર નથી કે જપ કર્યા પછી તે ફરીથી જાણીજોઈને પતિત થાય છે. તે છે, મારો કહેવાનો મતલબ, ઇરાદાપૂર્વકની અવજ્ઞા. કારણકે હું જાણું છું કે "મેં પવિત્ર નામનો જપ કર્યો છે. હવે મારા જીવનની બધી પાપી પ્રતિક્રિયા નાશ પામી છે. પછી હું ફરીથી શા માટે પાપી પ્રવૃત્તિઓ કરું?" તે પ્રાકૃતિક નિષ્કર્ષ છે."
710216 - કૃષ્ણ નિકેતન ખાતે ભાષણ - ગોરખપુર‎