"મુક્ત મતલબ વર્તમાન સમયે આ ભૌતિક..., આ ભૌતિક જગતમાં, તે ભૌતિક શરીરનો સ્વીકાર કરે છે, અને જ્યારે તે કૃષ્ણનો પ્રામાણિક સેવક છે, ત્યારે તેને એક આધ્યાત્મિક શરીર આપવામાં આવે છે. જેમ કે એક સૈનિક. એક વ્યક્તિ, જ્યા સુધી તે સૈનિક નથી, તેને ગણવેશ આપવામાં આવતો નથી. પરંતુ જેવો તે સૈનિક તરીકેની સેવા સ્વીકારે છે, તરત જ તેને ગણવેશ આપવામાં આવે છે. તો તમે ભૌતિક જગતમાં વિવિધ શરીરો સ્વીકારી રહ્યા છો, અને તે છે ભૂત્વા ભૂત્વા પ્રલીયતે (ભ.ગી. ૮.૧૯). તમે એક પ્રકારનું શરીર સ્વીકારી રહ્યા છો, તેનો નાશ થાય છે; ફરીથી તમારે બીજું સ્વીકારવું પડશે. પરંતુ જેવા તમે પૂર્ણ કૃષ્ણ ભાવનાભાવિત બનો છો, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯), પછી, આ શરીર છોડ્યા પછી, તે આ ભૌતિક જગતમાં આવતો નથી. તે તરત જ... મામ એતિ, તે સ્થાનાંતરિત થાય છે. તેવી જ રીતે, તે આધ્યાત્મિક શરીર સ્વીકારે છે."
|