"ભાગવત કહે છે, ન તે વિદુ: સ્વાर्थ-ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). જ્ઞાન, જ્ઞાનનું લક્ષ્ય શું છે? વિષ્ણુ પાસે જવું, સમજવું. તદ્ વિષ્ણુમ પરમમ પદમ સદા પશ્યન્તિ સૂરય: (ઋગ્વેદ). જેઓ ખરેખર બુદ્ધિશાળી છે, તેઓ ફક્ત વિષ્ણુ સ્વરૂપનું દર્શન કરે છે. આ વૈદિક મંત્ર છે. તો જ્યાં સુધી તમે તે બિંદુ સુધી પહોંચશો નહીં, ત્યાં સુધી તમારા જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. તે અજ્ઞાન છે. નાહમ પ્રકાશ: સર્વસ્ય યોગમાયા-સમાવૃત: (ભ.ગી ૭.૨૫). જ્યા સુધી તમે કૃષ્ણને સમજતા નથી, તેનો અર્થ છે કે તમારું જ્ઞાન હજી આવૃત અથવા ઢંકાયેલું છે. "
|