GU/710219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

Nectar Drops from Srila Prabhupada
"જેમ કે જ્યારે તમે કોઈ દૂરના સ્થળેથી ધુમાડો જોશો, ત્યારે તમે તરત જ સમજી શકો છો કે ત્યાં આગ છે. તે ખૂબ જ સરળ છે. એ જ રીતે, જો બધું સરસ રીતે ચાલી રહ્યું છે - સૂર્ય બરાબર એ જ સમયે ઉગે છે; ચંદ્ર બિલકુલ તેના સમયે ઉગે છે; તેઓ પ્રકાશિત થાય છે; તેઓ પ્રકટ થાય છે, અપ્રકટ થાય છે; બધું ચાલી રહ્યું છે, મોસમી પરિવર્તન - તો જો વસ્તુઓ એટલી સરસ રીતે ચાલી રહી છે, તો તમે કેવી રીતે કહી શકો કે "ભગવાન મૃત છે"? જો વ્યવસ્થા સરસ રીતે ચાલે છે, તો તમે તેવું ન કહી શકો કે વસ્તુઓ આપમેળે થઈ રહી છે. ના. તમારા અનુભવની અંદર એવી કોઈ વસ્તુ નથી જે આપમેળે સંચાલિત થાય છે. આપણે તેનો સ્વીકાર કરવો જ પડે કે તેની પાછળ કોઈ મગજ છે."
વ્યાખ્યાન ચૈ.ચ મધ્ય ૬.૧૫૪.૧૫૫ - ગોરખપુર