"ભૌતિકવાદી વૈજ્ઞાનિકો, તેમની પાસે આત્માની કોઈ માહિતી નથી. તેથી તેઓ વિચારે છે કે ચંદ્ર ગ્રહ પર કોઈ જીવન નથી, સૂર્ય ગ્રહ પર કોઈ જીવન નથી. બસ... આ કૂપ મંડૂક ન્યાય છે. ડો. દેડકો પીએચડી, તે તેની પોતાની રીતે વિચારે છે. ડો. દેડકો વિચારે છે કે કૂવાનું આ ત્રણ ફૂટનું માપ તે જ બધુ છે, બીજું કશું ના હોઈ શકે. આ ધૂર્ત તત્વજ્ઞાની અથવા ધૂર્ત વૈજ્ઞાનિક, તેઓ તે રીતે વિચારે છે, ડો. દેડકો. કોઈ એટલાંટીક મહાસાગર ના હોઈ શકે. તે ત્રણ ફૂટનું માપ, કૂવાનું પાણી તે જ પર્યાપ્ત છે. તેથી આપણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવી પડે. આપણે તર્ક ના કરી શકીએ. તર્ક આપણને સાચા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ નહીં કરે."
|