GU/710622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોસ્કોમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"હવે, આ ભગવદ ગીતા પાંચ હજાર વર્ષો પહેલા બોલવામાં આવી હતી, અને ભગવદ ગીતામાં તે કહ્યું છે કે 'આ ભગવદ ગીતાની વિધિ સૌ પ્રથમ મારા દ્વારા સૂર્યદેવને કહેવામા આવી હતી'. તો જો તમે તે સમયગાળાનો અંદાજો લગાવો, તે ચાર કરોડ વર્ષનો થાય. તો યુરોપીયન વિદ્વાન ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાનો ઇતિહાસ પણ શોધી શકે, ચાર કરોડની તો વાત જ જવા દો? પ્રોફ. કોતોવ્સ્કી: હા. પ્રભુપાદ: તો અમારી પાસે પુરાવા છે કે આ વર્ણાશ્રમ પ્રથા ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ જૂની છે, વર્ણાશ્રમ. અને આ વર્ણાશ્રમ પ્રથાનો ઉલ્લેખ વિષ્ણુપુરાણમાં પણ છે: વર્ણાશ્રામાચરવત પુરુષેણ પરઃ પુમાન (ચૈ.ચ. મધ્ય ૮.૫૮). વર્ણાશ્રમ આચરવત. તો તે વિષ્ણુપુરાણમાં કહેલું છે. અને તેથી વર્ણાશ્રમ ધર્મ..., આધુનિક યુગના ઐતિહાસિક સમયગાળાનો નથી. તે સ્વાભાવિક છે." |
710622 - વાર્તાલાપ - મોસ્કો |